Tane Malvu Chhe..




તને મળવું છે...

હા,તને મળવું છે..

તને જોવી છે.તારા શરીર ને નહીં

તને આંખો માં આંજવી છે.. તારી દેહસૃષ્ટિ ને નહીં

તારી તર્જની ઓ માં આંગળી પરોવી નખ ખોતરવા છે

લોકો શરીર ની પાશવી ભૂખ માં રાચે છે ,મારે તો તારી ભીની કીકી ઓ માં ડૂબવું છે

સો વરસ ના દહાડા જીવી ને શું કરવું...ક્ષણો નો સહવાસ જનમોજનમ નો આનંદ


સોહાગ

Comments